મમતાના મંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉડાવી મજાક, વીડિયો વાયરલ

  • 2 years ago
પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી સરકારમાં મંત્રી અને TMC નેતા અખિલ ગિરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના દેખાવને લઈને ખૂબ જ વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમના નિવેદનનો વીડિયો સામે આવ્યો છે. અખિલ ગિરી નંદીગ્રામમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, જે દરમિયાન તેમણે ભારતના રાષ્ટ્રપતિના 'દેખાવ' વિશે અપમાનજનક વાતો કહી. તેમણે કહ્યું, 'અમે કોઈને તેમના દેખાવથી જજ કરતા નથી, અમે રાષ્ટ્રપતિ (ભારતના) કાર્યાલયનું સન્માન કરીએ છીએ. પરંતુ અમારા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?'' ભાજપે ટીએમસી નેતાની ટિપ્પણી પર ગુસ્સો વ્યક્ત કર્યો અને તેમની સખત નિંદા કરી છે.

Recommended