આ વર્ષે ભારતમાં 948 વખત આવ્યો ભૂકંપ

  • 2 years ago
ભારતમાં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 948 ભૂકંપ આવ્યા છે. જેમાંથી મોટાભાગની તીવ્રતા ઓછી હતી. પરંતુ 240 વખત રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાથી ઉપરના ભૂકંપના આંચકા આવ્યા હતા. એટલે કે ઘણી વખત લોકોને ધરતી ધ્રૂજવાની ખબર પડી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ વર્ષે તેમની નજીકના 152 સ્ટેશનો પરથી 1090 ભૂકંપ નોંધાયા હતા. પરંતુ આવા માત્ર 948 ભૂકંપ નોંધાયા હતા જે ભારત અને તેની આસપાસના એશિયન દેશોમાં કેન્દ્રબિંદુ ધરાવતા હતા.

Recommended