શક્તિસિંહ ગોહિલે નારાજ કાર્યકરો સાથે કરી મિટિંગ

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ જાહેર થયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કાર્યકરોની વાત સાંભળી છે અને નારાજગી દૂર થશે તેવી હૈયાધારણા આપી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે પક્ષને મજબૂત બનાવવા કાર્યકરો તત્પર છે. ત્યારે વિધાનસભા ચૂંટણી માટે બાકીના નામો ટૂંક સમયમાં જાહેર કરાશે.

Recommended