અમદાવાદની હવા વધુ જોખમી બની

  • 2 years ago
અમદાવાદની હવા દિવસેને દિવસે જોખમી બની રહી છે. જેમાં હવાનું પ્રદુષણ ગંભીર બાબત ગણાય છે. ત્યારે દિવાળીમાં ફટાકડા ફોડવાની મોજે શહેરની હવા પ્રદૂષિત કરી છે. જેમાં શહેરના અનેક વિસ્તરોમાં હવાનું પ્રદુષણ 300 AQI ને પાર નોંધાયું. સૌથી વધુ ખરાબ હવા નરંગપુરામાં 391 AQIએ પહોંચી હતી. ચાંદખેડામાં હવાનું પ્રદુષણ 318 AQIએ પહોંચ્યું તથા રાયખડ 273 AQI તો સેટેલાઇટ 203 AQIએ હવાનું પ્રદુષણ પહોંચ્યું હતું. તેમજ બોપલ 140 AQI, રખિયાલ 162 AQI નોંધાયું છે. મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી 170ને પાર જોવા મળી છે. જેના કારણે ડોક્ટર દ્વારા નાના બાળકો, વડીલો સહિત શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે હવાનું પ્રદુષણ ગંભીર બાબત બને તેમ છે. તેથી લોકોને માસ્ક પેહરવા માટે ડોકટરો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે.

Recommended