PM મોદીએ મોરબી હોનારતને લઈ દુ:ખ વ્યક્ત કર્યુ

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે વડાપ્રધાન મોદી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા છે. તેમાં PM

મોદીએ સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય

એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે

'આરંભ 2022'માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા. જેમાં PM મોદીએ મોરબી હોનારતને લઈ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

Recommended