બે-બે કાર બોમ્બ બ્લાસ્ટથી સોમાલિયા ધણધણ્યું, 100થી વધુના મોત

  • 2 years ago
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં મુખ્ય સરકારી કચેરીઓ નજીક વ્યસ્ત જંકશન પર બે કાર બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં બાળકો સહિત 100થી વધુ લોકોના મોત થયા છે. એવા સમાચાર છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

સોમાલિયાના રાષ્ટ્રપતિએ મૃત્યુની પુષ્ટિ કરી
સોમાલિયાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાજધાનીમાં શનિવારે થયેલા કાર બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.

Recommended