દિલ્હીમાં ફટાકડા વેચનાર અને ફોડનારની ખેર નહીં

  • 2 years ago
હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, દિવાળી નજીક આવી રહી છે, વેપારીઓ પણ ફટાકડા વહેંચવા સજ્જ થઈ ગયા છે ત્યારે દિલ્હીમાં ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોવાથી સરકાર દ્વારા આ નિર્ણય કર્યો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, દિલ્હી સરકાર દ્વારા આદેશ જારી કરાયો છે કે, જો કોઈ રાજધાનીમાં કોઈ વ્યક્તિ ફટાકડા ફોડતો જોવા મળે તો તેને 200 રૂપિયાના દંડ ફટકારાશે સાથે જ 6 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.

Recommended