આજથી ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ.5માં ભોજન મળશે

  • 2 years ago
ગુજરાત સરકાર દ્વારા આજે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો. આ યોજના હેઠળ ગુજરાતના શ્રમિકોને 5 રૂપિયામાં ભર પેટ ભોજન આપશે. અગાઉ પણ આ યોજના શરૂ કરવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય, વિકાસ રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ આ પ્રસંગે હાજર રહ્યા.

સીએમ પંડિત દીનદયાલ હોલ ખાતે કરાવશે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો. ફક્ત 5 રૂપિયામાં પોષ્ટિક ભોજનનો લાભ શ્રમિકોને મળશે. સાથે સાથે સન્માન પોર્ટલનો પણ શુભારંભ કરાવ્યો. 50થી વધારે બાંધકામ શ્રમિકો ધરાવતી બાંધકામ સાઇટ પર ભોજન વિતરણ કરવામાં આવશે. યોજનાના લાભાર્થી શ્રમિકોને ચેક અપાશે.

Recommended