પહેલાં જેમ ભારતને લૂંટયું, તેમ હવે અમને લૂંટવા માંગો છો: પુતિન

  • 2 years ago
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય સમય અનુસાર શુક્રવારે સાંજે યુક્રેનના ચાર કબજા હેઠળના વિસ્તારોને રશિયાના ઔપચારિક ભાગ તરીકે જાહેર કર્યા. ક્રેમલિનમાં આયોજિત એક કાર્યક્રમમાં, તેમણે તેમના દેશમાં ડોનેટ્સક, લુહાન્સ્ક, જાપોરિજિયા, ખેરસાનના સમાવેશ માટેના સત્તાવાર દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પુતિને પશ્ચિમી દેશો પર જોરદાર નિશાન સાધ્યું હતું.

આ દરમિયાન તેમણે યુક્રેન સાથે ફરીથી વાતચીત કરવાની વાત પણ કરી હતી. જો કે તેમણે કડક સ્વરમાં એમ પણ કહ્યું કે મંત્રણા દરમિયાન કબજે કરાયેલા વિસ્તારો પર ચર્ચા કરવામાં આવશે નહીં. બીજી તરફ યુક્રેને રશિયાની ઓફરને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી પુતિન રાષ્ટ્રપતિ રહેશે ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં. આ દરમિયાન પુતિને ભારતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પશ્ચિમી દેશોએ જે રીતે ભારતને લૂંટયો, એવું જ રીતે રશિાયને પણ કોલોની બનાવા માંગો છો.

Recommended