ભાવનગર શહેરને નવી ઓળખ મળશે

  • 2 years ago
ભાવનગરના નારી ગામ પાસે નિર્માણ પામેલા રીઝનલ સાયન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થતાં આગામી 29 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેન્ટરને ખુલ્લુ મુકશે. જેના લીધે શહેરને એક

નવી ઓળખ મળશે.

અંદાજે 100 કરોડના ખર્ચે સાયન્સ સેન્ટરનું નિર્માણ કરાયું

ભાવનગરવાસીઓને માહિતી સાથે મનોરંજન મળી રહે એ માટે અંદાજે 100 કરોડના ખર્ચે સાયન્સ સેન્ટરનું નિર્માણ કરાયું છે. સેન્ટરના મ્યુઝિયમમાં વિવિધ પાંચ ગેલરીનું નિર્માણ કરાયું છે,

જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. રીઝનલ સાયન્સ સેન્ટરનું ભાવનગરના નારી ગામ પાસે 20 એકર જમીન પર નિર્માણ કરવામાં આવ્યું છે. સેન્ટરમાં થીમ આધારિત વિવિધ પાંચ

ગેલરીનું નિર્માણ કરાયું છે. ભાવનગર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિજ્ઞાન-ઇજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલયમાં શાળાઓ-કોલેજના વિદ્યાર્થીઓને તેમજ સામાન્ય લોકો

અને મુલાકાતીઓને શિક્ષિત કરવા, સંલગ્ન કરવા તથા અનુભવ કરવા માટે નવીન પ્રદર્શનો વાળી થીમ આધારિત ગેલરીઓ છે.

નારી ગામ પાસે 20 એકર જમીન પર નિર્માણ કરવામાં આવ્યું

ગેલરીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે વિભાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિજ્ઞાન અને તેના કાર્યક્રમમાં શીખવા આવતાં બાળકો અને મુલાકાતીઓને આનંદદાયક અનુભવ પ્રદાન

થઇ શકશે. આ રિજનલ સાયન્સ સેન્ટરમાં ઈરિગેશન સિસ્ટમ સાથેનું ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સેન્ટરના શરૂઆતથી જ ગ્રીનરી દેખાય એવો બનાવવા આવ્યો છે. આખો

પરિસર નાનાં-મોટાં વૃક્ષોથી ઘેરાયેલો છે. આ કેમ્પસમાં નાનાં-મોટાં વૃક્ષોમાં ગરમાળો, કચનાર, ચંપો, ગુલમહેંદી, સપ્તપર્ણી, ગુલમહોર, પેલટા પામ, શતાવરી, રેફીક્સ પામ, આંબો, રોહીઓ

વગેરે સહિત 50થી વધુ પ્રજાતિનાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.રિજનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય હેતુ શિક્ષણ સાથે મનોરંજનનો છે. જે ભાવનગર જ નહીં, રાજ્ય માટે આકર્ષણનું

કેન્દ્ર બની રહેશે એમ પ્રોજેક્ટ-ડાયરેક્ટરોએ જણાવ્યું હતું.

આ રિજનલ સાયન્સ સેન્ટરમાં મરીન એકવેટિક્સ ગેલરી, ઓટોમોબાઈલ ગેલરી, નોબેલ પ્રાઈઝ ગેલરી, ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલરી, બાયોલોજી ગેલરી, 9-ડી વી આર જોન અને કુદરતી

લીલાછમ પરિસર આવેલો છે. વડાપ્રધાન 29મી તારીખે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ અનેક વિકાસના કામોના લોકાર્પણ કરવાના છે. ત્યારે લોકોમાં પણ અનેરો

ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Recommended