વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઠાકોર સમાજે કર્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ

  • 2 years ago
વિધાનસભા 2022ની ચૂંટણી જાહેર થવામાં ગણતરીનો સમય બાકી રહેવા પામ્યો છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવો સુર પણ ઉઠવા

પામ્યો છે. ત્યારે આજે પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા સીટ પર દર વખતે અયાતી ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે છે. ત્યારે આગામી વિધાનસભા સીટ પર સ્થાનિક

ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે સાંતલપુર તાલુકાના કોરડા ગામે સંમેલન યોજવામાં આવ્યું હતું.

રાધનપુર વિધાનસભા બેઠકના કોરડા ગામે ભાજપ પ્રેરિત અઢારે આલમ સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે અને

સ્થાનિક ઉમેદવારની માંગ રહેવા પામી હતી. અને જીતશે સ્થાનિક હારશે બહારનોના સ્લોગન સાથે સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાંતલપુર

તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, લઘુમતી સમાજના અગ્રણી સહીત અન્ય સમજના અગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સર્વે લોકોનો એક જ મત રહેવા

પામ્યો હતો આ વખતે અલ્પેશને ટીકીટ નહિ જેને સમાજ સાથે ગદ્દારી કરી હોય એને સમાજ ક્યારે નહિ સ્વીકારે અને સ્થાનિક ઉમેદવારની માંગ અને ભાજપ દ્વારા જો અલ્પેશને ટીકીટ

અપાઈ તો તેને તમામ સમાજ સહિત ઠાકોર સમાજ હરાવશે તેવો શૂર પણ ઉભો થવા પામ્યો હતો.

આ સંમેલનમાં ભાજપ દ્વારા આ બેઠક પર થોડા સમય અગાઉ અલ્પેશ ઠાકોર દ્વારા પણ ભાજપમાંથી હું ટિકિટ લઈને આવુ છું તેવો હુકાર કર્યો હતો. જેને લઇ આ બેઠક પર ભાજપના ઠાકોર

સમાજના આગેવાનોમાં વિરોધનો સુર ઉઠવા પામ્યા છે. ત્યારે હવે ભાજપ પક્ષ દ્વારા આ બેઠક પર કયાં ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેતો જોવાનું રહ્યું છે.

Recommended