BSE : HULએ મોજ કરાવી, રિલાયન્સે રોવડાવ્યા, જાણો ટોપ-10 કંપનીઓની સ્થિતિ

  • 2 years ago
ગયા સપ્તાહે શેરબજારમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા વચ્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ ટોપ-10 કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડીમાં મોટો ઘટાડો થયો હતો. આ સાત કંપનીઓના કુલ માર્કેટ કેપમાં એક સપ્તાહની અંદર રૂ.1,34,139.14 કરોડનો ઘટાડો થયો છે. સૌથી વધુ નુકસાન મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સના રોકાણકારોને થયું હતું, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર (HUL)એ તેના રોકાણકારોનો સૌથી વધુ ફાયદો કરાવ્યો હતો.

Recommended