કોંગ્રેસમાં અધ્યક્ષ પદ કોણ સંભાળશે
  • 2 years ago
કોંગ્રેસમાં અધ્યક્ષ પદને લઇને ખેચતાણ યથાવત છે. કોંગ્રેસ પ્રમુખ પદને લઈને સસ્પેન્સ હજુ પણ અકબંધ છે. 24 સપ્ટેમ્બરથી નોમિનેશનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, પરંતુ એવું લાગે છે કે હજુ સુધી પાર્ટીમાં અધ્યક્ષ પદને લઈને કોઈ અભિપ્રાય રચાયો નથી. કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની (Ashok Gehlot) ચર્ચા હાલ જામી છે અને તેઓ ચૂંટણી લડે તેવી પૂરી શક્યતાઓ છે. દરમિયાન સમાચાર એજન્સી ANIને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીના ટોચના પદ માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમની પ્રથમ પસંદગી છે.
Recommended