અમેરિકાના મેમ્ફિસમાં ફાયરીંગ, 19 વર્ષીય આરોપીએ કર્યું fb લાઈવ

  • 2 years ago
અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં 19 વર્ષીય અશ્વેત શંકાસ્પદ વ્યક્તિએ બુધવારે સાંજે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને તેનું ફેસબુક પર લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું. આરોપીની ઓળખ એઝેકીલ કેલી તરીકે થઈ છે.


મેમ્ફિસ પોલીસ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કર્યું છે કે "અમે આ અશ્વેત માણસને શોધી રહ્યા છીએ... જે ઘણા ગોળીબાર માટે જવાબદાર છે. અમને અહેવાલો મળી રહ્યા છે કે તે ફેસબુક પર તેની હરકતો રેકોર્ડ કરી રહ્યો છે પરંતુ અમારી પાસે કોઈ માહિતી નથી કે તે અત્યારે કઈ જગ્યાએ છે." પોલીસે નાગરિકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી હતી. પોલીસે કિશોરની તસવીર સાથે તે જે વાહન ચલાવતો હતો તેની વિગતો જાહેર કરી છે. હુમલાખોર શરૂઆતમાં બ્લુ સિલ્વર સેડાનમાં હતો, ત્યારબાદ તે ગ્રે એસયુવીમાં હતો. આ અપરાધીની બુધવારે 9 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે.

કોર્ટના રેકોર્ડ્સ 2020 ના ફેબ્રુઆરીમાં કેલી જે તે સમયે 17 વર્ષનો હતો ત્યારે તેના પર એક ફર્સ્ટ-ડિગ્રી હત્યાનો પ્રયાસ, હુમલો, ખતરનાક અપરાધ કરવા માટે હથિયારનો ઉપયોગ કરીને તેના વડે કોઈને જોખમનો આરોપ હતો. તેણે પોતે હુમલા માટે દોષી હોવાનું કબ

Recommended