યુવતીના માતા અને ભાઈનું પણ કરાવ્યું ધર્મ પરિવર્તન

  • 2 years ago
બનાસકાંઠામાં ડીસાના માલગઢમાં લવજેહાદની ઘટના બની છે. જેમાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યું છે. તેમજ યુવતીના માતા અને ભાઈનું પણ ધર્મ પરિવર્તન

કરાવ્યું છે. પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાનો આપઘાતનો પ્રયાસ કર્યો છે.

પીડિત પિતાએ 5 લોકો સામે નોંધાવી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે યુવકે ધર્મ પરિવર્તન અને રૂ.25 લાખની માગ કરી ધમકી આપી છે. જેમાં યુવકે ધમકી આપતા પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમજ પીડિત પિતાએ 5 લોકો સામે

ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠામાં ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમાં ડીસાના રાજપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા

કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી સહિત તેની માતા અને ભાઈને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.

યુવકે ધમકી આપતા પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

બાદમાં યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકોને અલગ રહેવા લઈ ગયો હતો. તેમજ પિતાએ યુવક પાસે તેની પુત્રી, પત્ની અને પુત્રને પરત માંગતા તેને

ધર્મ પરિવર્તન કરવાનું કહી રૂપિયા 25 લાખની માંગણી કરી ધમકી આપતાં પિતાએ પાલનપુરમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં પીડિત પિતાએ પાલનપુર પૂર્વ

પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Recommended