સવારે 9.30 વાગ્યે PM મોદીનો રોડ શો યોજાશે
  • 2 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છની મુલાકાતે છે. જેમાં સવારે 9.30 વાગ્યે PM મોદીનો રોડ શો યોજાશે. તથા 10 વાગ્યે સ્મૃતિવનના લોકાર્પણમાં હાજરી આપશે. તેમજ સ્મૃતિ વનમાં

કચ્છી સંગીત સાથે PMનું સ્વાગત કરાશે. તથા સ્મૃતિ વનના મુખ્ય પ્રવેશ સમયે કચ્છી કલાકારો ગાયન કરશે.

યુનિવર્સિટી મેદાનમાં PM મોદી સભાને સંબોધશે

ઉલ્લેખનીય છે કે કચ્છી લોકસંગીત સાથે કલાકારો એકતારો વગાડશે. તેમજ સ્મૃતિ વનના લોકાર્પણ બાદ PM મોદી સભા સ્થળે પહોંચશે. તથા યુનિ.ગ્રાઉન્ડમાં અલગ અલગ વિભાગોના

ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. તેમજ યુનિવર્સિટી મેદાનમાં PM મોદી સભાને સંબોધશે. તેમાં 2 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. તેમજ વડાપ્રધાન મોદીના આવકાર માટે ભવ્ય

3 કિમિનો રોડ શો યોજવામાં આવશે.

PM મોદી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે

જેમાં 14 ક્લસ્ટર ઉભા કરવામાં આવ્યા છે. તેમાં આહીર પહેરવેશથી સજ્જ મહિલા જોવા મળી છે. તથા રાસ ગરબા રજૂ કરી પીએમ આવકારશે. કચ્છના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન

તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં PM મોદી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. તથા કચ્છ સ્મૃતિ વનમાં કચ્છી સંગીત સાથે PMનું સ્વાગત કરાશે.
Recommended