ફાર્મા કંપનીની ઘોર બેદરકારી, કફ સિરપની બોટલમાંથી મચ્છર મળ્યો

  • 2 years ago
અમદાવાદમાં પલ્સ ફાર્મા કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કફ સિરપની શીલબંધ બોટલમાં મચ્છર જોવા મળ્યો છે. જે બાદ કંપનીના લાઈસન્સને

રદ્દ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે વિગતો આપતા અમદાવાદ જિલ્લા ફાર્માસિસ્ટ એસોસિએશનના સંતોષ રાજપૂતે જણાવ્યું કે, ડિસ્ટ્રીબ્યૂટરમાંથી રેગ્યુલર મેડિસીન દુકાનમાં આવતી હોય છે.

આ મેડિસીન પ્રોપર ચેક કરીને પછી જ કસ્ટમરને આપવામાં આવતી હોય છે. જો કે આજે પલ્સ ફાર્મા કંપનીની “રેસ્પીહિલ”નામની કફ સિરપની બોટલ દર્દીને

આપતા પહેલા ચેક કરવામાં આવી હતી. જેમાં સીલબંધ સિરપની અંદર મોટો મચ્છર જોવા મળ્યો હતો. આથી ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનને પલ્સ ફાર્મા કંપનીનું લાઈસન્સ રદ્દ કરવા માટે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

Recommended