લમ્પી વાયરસ સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરશે

  • 2 years ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા છે. જેમાં લમ્પી વાયરસ સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરશે. તથા વેક્સિનેશનની કામગીરીનો પણ તાગ મેળવશે. તેમજ વહીવટી તંત્ર તેમજ

આગેવાનો સાથે બેઠક કરશે. તથા ગુરૂવારે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કચ્છની મુલાકાત લેશે.

વહીવટી તંત્ર તેમજ આગેવાનો સાથે કરશે બેઠક

ઉલ્લેખનીય છે કે CM ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે છે. તેમાં આઇસોલેશન, વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેશે. તથા રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરીની સમીક્ષા કરશે. તેમજ

લમ્પી વાયરસને લઈ માર્ગદર્શન આપશે. પશુઓમાં લમ્પી સ્કિન રોગ વકરતા સમીક્ષા માટે મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે છે. તેમાં ભુજમાં આવેલા પશુ આઇસોલેશન સેન્ટરની મુખ્યમંત્રી

મુલાકાત કરશે.

ગુરૂવારે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ લેશે કચ્છની મુલાકાત

તેમજ સુખપર ગૌશાળા અને માધાપર ચોકડી પર ચાલતી વેક્સિનેશન કામગીરી નિહાળશે. તથા ભુજ કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

લમ્પી સ્કિન ડીસીઝ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાના પશુઓની સારવાર અને આઈસોલેશન સેન્ટરમાં રહેલ રોગગ્રસ્ત પશુઓની દેખરેખ માવજતની જાત મુલાકાતે ભુજ પહોંચ્યા હતા.
તેમણે અહીં

પશુઓની સારવાર કરી રહેલા પશુ ચિકિત્સક અને અન્ય અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. તેમજ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજમાં પશુ રસિકરણ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું છે.

Recommended