પશુઓ માટેની સારવારની કામગીરી યુદ્ધના ધોરણે શરુ

  • 2 years ago
રાજ્યના 20 જીલ્લાઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. જેમાં

1431 પશુઓના સરકારી ચોપડે મોત થયા છે. તથા

8 લાખ કરતા વધુ પશુઓનુ વેક્સિનેશન કરવામાં આવ્યુ

છે. તેમજ

1935 ગામોમા લમ્પીની અસર દેખાઇ રહી છે.

લમ્પી વાયરસના ચેપમા થયો વધારો

ગુજરાત ભરમા જે પ્રકારે લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે જેને લઇ પશુઓ પર જીવનું જોખમ વધવા પામ્યુ છે. તો પશુ પાલકો પણ હવે ચિંતાતુર બનવા પામ્યા છે. પાટણ જિલ્લા

મા પણ લમ્પી વાયરસ ના કેસ જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ વાયરસ વધુ ન ફેલાય તે માટે પશુ વિભાગ દ્વારા પશુઓ માટેની સારવારની કામગીરી યુદ્ધના

ધોરણે શરુ કરવામાં આવી છે.

સૌથી વધુ દ્વારકામાં 318 કેસ નોંધાયા

ગુજરાતમાં લમ્પી રોગચાળાથી સૌથી વધુ 78 ટકા મોત માત્ર કચ્છમાં નોંધાયાં છે. જેમાં હવે સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. તેમાં 24 કલાકમાં 957 કેસ સામે આવ્યા છે.

તથા 24 કલાકમાં 27 પશુના મોત થયા છે. તેમજ સૌથી વધુ દ્વારકામાં 318 કેસ નોંધાયા છે. તથા રાજકોટમાં 279, જામનગરમાં 269, મોરબીમાં 42 કેસ છે.

રાજકોટમાં 279, જામનગરમાં 269, મોરબીમાં 42 કેસ

ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં 32, જુનાગઢમાં 9, ગીરસોમનાથમાં 6 કેસ છે. તેમજ ગાય-ભેંસ સહિત ગૌવંશના પશુઓમાં લમ્પી વાઇરસથી જોવા મળી રહ્યો છે. તેમાં લમ્પી સ્કિન ડિસીઝ

અત્યારે રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે. રવિવારની સ્થિતિએ રાજ્યમાં લમ્પી સ્કિન ડિસીઝથી રોગગ્રસ્ત બનેલા પશુઓની સંખ્યા 20 જિલ્લાના 1,935 ગામોમાં કુલ 54,161 છે. ગત

અઠવાડિયે રાજ્યના કુલ રોગગ્રસ્ત પશુઓની સંખ્યા 43,187 હતી અને એમાં એકલા કચ્છ જિલ્લામાં જ કુલ કેસોના 78 ટકા કેસો એટલે કે 33,846 પશુઓ હતા.

સૌથી વધુ દ્વારકામાં 318 કેસ નોંધાયા

જ્યારે કુલ રોગગ્રસ્ત પશુઓ રાજ્યમાં સૌથી ઓછા 470 પશુઓ સુરેન્દ્રનગરમાં હતા. જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં અનુક્રમે 2,515 અને 2,452 કેસો હતા. રવિવારની સ્થિતિએ

સત્તાવાર આંક મુજબ કુલ 1,431 મરણમાં કચ્છમાં મરણ નીપજેલા પશુઓની સંખ્યા પણ એકલા કચ્છમાં 75 ટકા એટલે કે 1,431 છે. કેન્દ્રીય પશુપાલન મંત્રાલયની બે ટીમ લમ્પી વાઇરસ

સંદર્ભે ગયા સપ્તાહે રાજ્યમાં આવી હતી. આ કેન્દ્રીય ટીમ પશુપાલન ડિરેક્ટર હેઠળ કામ કરતાં એનિમલ ક્વોરન્ટાઇન્ડ સર્ટિફિકેશન્સ સર્વિસીસના અધિકારી વિજય ટિઓટિયા અને ભોપાલની

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીઝના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ.એસ.બી. સુધાર સમાવિષ્ટ હતા.

Recommended