ટ્રસ્ટે કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા રોષ

  • 2 years ago
શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા છે. તેવામાં સોમનાથ મંદિરમાં પત્રકારોએ ધરણા કર્યા છે. કારણ કે સોમનાથ ટ્રસ્ટે પત્રકારોને કવરેજ પર

પ્રતિબંધ ફરમાવતા રોષ ફેલાયો છે. જેમાં પત્રકારો સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર છે. તેમજ કાળીપટ્ટી ધારણ કરી પત્રકારો ધરણા પર ઉતર્યા છે.

ટ્રસ્ટની તાનાશાહીના વિરોધમાં પત્રકારો આંદોલનના માર્ગે

ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટની તાનાશાહીના વિરોધમાં પત્રકારો આંદોલનના માર્ગે છે. ગીર સોમનાથમાં આવેલ સોમનાથ મંદિર ખાતે પત્રકારોના ધરણા પ્રદર્શનને લઇ લોકોમાં પણ મંદિરના

ટ્રસ્ટીઓ સામે રોષ ફોલાયો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પત્રકારોને કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેથી પત્રકારો સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર

ઉતર્યા છે. તેમાં કાળીપટ્ટી ધારણ કરી પત્રકારોએ નારા લગાવ્યા છે કે પત્રકારો છીએ આતંકવાદી નથી. સદબુદ્ધિ આપો. સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપો તેમ પત્રકારોએ સૂત્રોચ્ચાર કર્યા છે.

કાળીપટ્ટી ધારણ કરી પત્રકારો ઉતર્યા ધરણા પર

સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારોને કવરેજ માટે મંજૂરી છે. પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેથી સોમનાથ ટ્રસ્ટની તાનાશાહીના વિરોધમાં પત્રકારો આંદોલનના

માર્ગે ઉતર્યા છે. જેમાં સોમનાથ આવતા ભાવિકો પણ અવાચક બન્યા છે. તેમજ ભાવિકોએ પણ સોમનાથ ટ્રસ્ટની આલોચના કરી છે.

Recommended