બનાસકાંઠા-વલસાડામાં આજે ઓરેન્જ એલર્ટ

  • 2 years ago
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, વલસાડામાં આજે ઓરેન્જ એલર્ટ છે. તથા રાજકોટ,

દ્વારકા, પોરબંદર, આણંદમાં યલો એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, નવસારી, તાપીમાં પણ યલો એલર્ટ છે. તથા આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે

વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. તથા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો

વરસાદ રહેશે. તેમજ અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 66 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે

રાજ્યભરમાં છેલ્લાં બે દિવસમાં સતત પડી રહેલા વરસાદને કારણે અનેક શહેરો તરબતર થઈ ગયા છે. શનિવાર સાંજથી શરૂ થયેલા મેઘમહેર રવિવારે પણ અવિરત રહી હતી. દક્ષિણ

ગુજરાત, મધ્ય ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત રાજ્યના 216 તાલુકાઓમાં બે ઈંચથી માંડીને સાત ઈંચ સુધી વરસાદ પડયો હતો. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો

હતો. વાપીમાં 7 ઈંચ વરસાદ પડયો હતો. ત્યારબાદ વલસાડમાં 5.88, નવસારી 5.6, ડાંગમાં 3.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ બનાસકાંઠામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ

પડયો હતો. તેમાં સુઈગામમાં સૌથી વધારે સાત ઈંચ પાણી વરસ્યું હતું. બીજી તરફ થરાદ અને ભાભરમાં પણ 6 ઈંચ વરસાદથી નદી-નાળા બે કાંઠે થઈ ગયા હતા. નીચાણવાળા

વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Recommended