વિદ્યાર્થીઓ એક દિવસ માટે બન્યા ધારાસભ્ય
  • 2 years ago
ગુજરાત વિધાનસભામાં યુવા મોડલ એસેમ્બલી યોજાઇ છે. જેમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે ધારાસભ્ય બન્યા છે. તેમાં વિદ્યાર્થીઓમાં રાજકારણ અંગે જાગૃતિ વધે તે માટે નિર્ણય લેવામાં

આવ્યો છે. તેમજ 3500 શાળાઓના સંપર્ક બાદ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે. જેમાં અમદાવાદનો એક વિદ્યાર્થી રોહન મુખ્યમંત્રી બન્યો છે.

વિદ્યાર્થીઓ એક દિવસ માટે બન્યા ધારાસભ્ય

ઉલ્લેખનીય છે કે વડોદરાની વિદ્યાર્થીની મિશ્રી શાહ વિધાનસભા અધ્યક્ષ બની છે. તેમજ ગાંધીનગરનો વિદ્યાર્થી ગૌતમ દવે વિપક્ષ નેતા બન્યો છે. તથા અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ સાંઘાણી

કૃષિમંત્રી બન્યો છે. તથા અમરેલીનો વિદ્યાર્થી મનન ચાવડા શિક્ષણમંત્રી બન્યો છે.

3500 શાળાઓના સંપર્ક બાદ કરાઈ વિદ્યાર્થીઓની પસંદગી

જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે નવા ભારતના નિર્માણનો આરંભ છે. ભારત વિશ્વમાં સૌથી યુવા દેશ છે. તથા વિધાનસભામાં મોક અસેમ્બલીમાં યુવાનો

આમંત્રિત છે. તેમજ યુવાઓના હાથમાં દેશનું ભવિષ્ય છે. તથા પોલિટિકલ ડેમોક્રેસિથી સોશિયલ ડેમોક્રેસીનો સંદેશ છે. આઝાદ અમૃત મહોત્સવમાં યુવા અસેમ્બલી સંયોગ છે. તેમજ

વિધાનસભા ગૃહની આદર્શ કામગીરી રહી છે. તથા યુવાઓને મોક અસેમ્બલીમાં જોઈ ગૌરવ થયો છે. તેમજ વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું છે કે યુવાનોના વિકાસ થકી દેશનો વિકાસ છે.
Recommended