સુત્રાપાડામાં તંત્રના પાપે ખેડૂતોએ બનાવેલો બ્રિજ પાણીમા તણાયો

  • 2 years ago
સુત્રાપાડામા ધોધમાર વરસાદના પગલે ખેરા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ખેરા વાડી વિસ્તારના ખેડૂતોનો બ્રિજ પાણીમા તણાયો છે. જેમાં ખેડૂતોનો આક્ષેપ છે કે નેશનલ હાઇવેના

કામ માટે ગેરકાયદે પુલની તદ્દન નજીકથી માટી કાઢી લેવાતા પુલ તણાઈ ગયો છે.

ખેરા ગામની વચ્ચોવચ પાણી નદીની જેમ વહેતુ હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં રોડ પર વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોની અવર જવર માટે બનાવેલો આખે આખો બ્રિજ પાણીના

ધસમસતા પ્રવાહમા તણાયો છે. જેના દ્રશ્યો ખેડૂતોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. તેમાં ખેરા ગામના ખેડૂતો અને માજી સરપંચના કહેવા મુજબ બ્રિજ ધોવાયાનું કારણ માત્ર

પાણી જ નથી પરંતુ ચોંકાવનારું કારણ બીજું છે.

ખેડૂતોના આરોપ મુજબ સોમનાથ ભાવનગર નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે અને આ કામની અંદર મોટી માત્રામાં માટીનો વપરાશ કરાયો છે. તેમાં જે માટી આ બ્રિજની આસપાસના

વિસ્તારમાંથી અને બ્રિજ નજીકથી કાઢી લેવામાં આવી છે. જેના કારણે બ્રિજ ધોવાયો છે.

Recommended