પોરબંદર: સમુદ્રમાં ભારે તોફાની મોજા ઉછળ્યા

  • 2 years ago
પોરબંદર શહેરમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં સમુદ્રમાં ભારે તોફાની મોજા ઉછળી રહ્યાં છે. તેમાં શહેર અને જિલ્લામાં ઠેરઠેર વરસાદ ખાબક્યો છે. તેમજ કાચા સોના સમાન

વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો છે. તથા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી

આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. જેમાં મધ્યપ્રદેશના સેન્ટ્રલમા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર રાજ્યમાં થશે. તેમાં આગામી પાંચ દિવસ સુધી

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. જેમાં અત્યાર સુધી ગુજરાતમાં વરસાદની ઘટ છે.

રાજયમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમાં 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય

ગુજરાત, ઉત્તર ગુજરાત વરસાદની સંભાવના છે. તેમજ અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ તેમજ સિટીમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં

કાલે સામાન્ય વરસાદ હતો. પરંતુ ત્યારબાદ ભારેથી અતી ભારે વરસાદની આગાહી છે.

Recommended