ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

  • 2 years ago
ગુજરાતમાં વરસાદને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. તેમાં રાજયમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની

આગાહી છે. તથા 5 અને 6 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના સેન્ટ્રલમા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ

ઉલ્લેખનીય છે કે 5 અને 6 જુલાઈએ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ
વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ રહેશે. જેમાં છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તથા 6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની

આગાહી કરવામાં આવી છે.

રાજયમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમાં 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય

ગુજરાત, ઉત્તર ગુજરાત વરસાદની સંભાવના છે. તેમજ અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ તેમજ સિટીમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં

કાલે સામાન્ય વરસાદ હતો. પરંતુ ત્યારબાદ ભારેથી અતી ભારે વરસાદની આગાહી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી

આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. જેમાં મધ્યપ્રદેશના સેન્ટ્રલમા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર રાજ્યમાં થશે. તેમાં આગામી પાંચ દિવસ સુધી

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. જેમાં અત્યાર સુધી ગુજરાતમાં વરસાદની ઘટ છે.

Recommended