વેરાવળમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

  • 2 years ago
આજે ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તાલુકાના કોડીદ્રા, ભેટાળી, માથાશુરીયા, ખંઢેરી અને રામપરા જેવા ગામોમાં વરસાદ વરસ્યો છે. વેરાવળ તાલુકામાં વાવણીલાયક વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Recommended