કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાતે 10 કલાકે વડોદરા પહોંચશે

  • 2 years ago
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેંનેજમેંટની ખાસ બેઠકમાં હાજરી આપવા

કેવડિયા જશે. કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે. 26 મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહ મંત્રી તેમના નિવાસે રાત્રી રોકાણ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત અહમ માનવામાં આવે છે. હજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી પરંતુ દરેક પાર્ટીઓએ

પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.

Recommended