અમેરિકાનાં ટેક્સાસની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર

  • 2 years ago
અમેરિકાના ટેક્સાસની રોબ એલિમેન્ટ્રી શાળામાં મોતનો ભયાનક ખેલ ખેલાયો છે. માત્ર 18 વર્ષના એક વિદ્યાર્થીએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરીને 21 લોકોના જીવ લઈ લીધા છે. મૃતકોમાં 19 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે....જોકે ગોળીબારની આ ઘટનામાં પોલીસે હુમલો કરનાર વિદ્યાર્થીને ઠાર માર્યો છે....આ ગોળીબારમાં 13 બાળકો અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં છે....પોલીસના જણાવ્યા મુજબ ગોળીબાર કરનાર વિદ્યાર્થીનું નામ સેલ્વાડોર રેમોસ હતું....અને તે નોર્થ ડાકોટાનો રહેવાસી છે....જોકે ગોળીબાર કરવા પાછળ તેનો શું ઈરાદો હતો તે હજુ સ્પષ્ટ નથી થયું....આ સમગ્ર ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ બાઈડને ગનલોબી સામે સખ્ત થવાની જરૂર હોવાનું જણાવ્યુ છે.

Recommended