Bhavnagar માં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું

  • 2 years ago
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું મકાન ધરાશાયી થતા દોડધામ મચી હતી..જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી... પરંતુ 3 થી 4 પરિવારના સભ્યોની તમામ ઘર વખરી નાશ પામી છે...જેના કારણે તેઓને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે...તો આ દુર્ઘટનાને લઇને નગરસેવક અને ભાવનગર મનપાના વિરોધપક્ષના નેતા ભરત બુધેલીયા પણ દોડી આવ્યા હતા...વિપક્ષે તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે મનપા દ્વારા જર્જરીત મકાનોને નોટિસો આપવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ કાર્યવાહી નથી થતી અને તેને લીધે લોકોનો ભોગ લેવાય છે....

Recommended