શક્તિ સ્વરુપા મા ઉમિયાની કરો આરતી

  • 2 years ago
કહેવાય છે કે મંદિરમાં જવાથી અને પરમાત્માના દર્શન કરવાથી કે પછી આરતી અને ભજનકિર્તન કરવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે..અને એટલા માટે જ દરરોજ આ કાર્યક્રમ થકી આપણે પવિત્ર સ્થાનકનાં દર્શન કરીએ છીએ...આજે છે મા ભગવતીનું સ્વરૂપ એવા મા ભૂવનેશ્વરીનો પાટોત્સવ...તો આજના આ પાવન પર્વ પર દર્શન કરીએ ગોંડલમાં આવેલ ભૂવનેશ્વરી પીઠના , સાથે સાથે મા ઉમિયાની આરતી સંગ કરીશુ પુણ્યની પ્રાપ્તિ..અને અંતમાં મા ભુવનેશ્વરીનાં આશીષ પ્રાપ્ત કરવા કેવી રીતે અને કયા મંત્રોથી કરવુ માતાજીનું પૂજન.
જગતની ઉત્પત્તીમાં શક્તિ સ્વરુપા જ કારણભુત છે...સનાતન ધર્મમાં શક્તિની ભક્તિ યુગોયુગોથી થતી આવી છે,..સ્વયં દેવોએ પણ દેવીની ભક્તિ કરીને શક્તિની પ્રાપ્તિ કરી છે ત્યારે આવા જ એક શક્તિ સ્વરુપાના પાવન રુપ મા ઉમિયાની આરતી કરી મન પાવન કરીએ

Recommended