ગઢડા મંદિરમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળ્યો

  • 2 years ago
બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગઈકાલે 14 મેં ના રોજ વહેલી સવારની મંગળા આરતીમાં ગોપીનાથજી ભગવાનની મૂર્તિ પર પરસેવો જોવા મળ્યો છે.

ગોપીનાથજી મહારાજ સાથે હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધિકાજીની મૂર્તિઓ આવેલી છે. મંદિરના ગર્ભગૃહમાં બે એ.સી. હોવા છતાં માત્ર ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તી પર પરસેવો વળતા કુતુહલ સર્જાયું છે. હરિભક્તો દ્વારા કળયુગમાં ગોપીનાથજી મહારાજ સાક્ષાત હોવાનો પરચો પૂર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા પણ સાક્ષાત ગોપીનાથજી મહારાજ હાજરા હજુર હોય તેમ વીડિયોની પુષ્ટિ કરી છે.

Recommended