ગુજરાતમાં કોરોનાનો એક સુરત-એક રાજકોટમાં પોઝિટીવ કેસ, બન્નેની હાલત સ્થિર

  • 4 years ago
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે આ બન્ને દર્દી વિદેશથી ગુજરાત આવ્યા હતા જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું કે, રાજકોટ અને સુરતના બે શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યો છે અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ ભરી રહી છે આ અંગે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ સત્તાવાર જાહેરાત કરી છે હાલ બન્ને દર્દીઓની હાલત સ્થિર છે રાજકોટનો યુવક મક્કા મદીનાથી આવ્યો હતો જ્યારે આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે પણ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં કોરોનાના બે પોઝિટીવ કેસ નોંધાયા છે

Recommended