કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરાઈ, એક વાહનદીઠ 50થી 75 હજાર સુધીની સહાય મળશે

  • 4 years ago
બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બપોરે 210એ બજેટ શરૂ થયું હતું નાણામંત્રી નીતિન પટેલે રૂ 2,17,287 કરોડનું વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કર્યું હતું બજેટમાં કોલ્ડ સ્ટોરેજના વીજ કરને 20 ટકાથી ઘટાડી 10 ટકા કર્યો હતો, વેપાર અને વાણિજ્ય વર્ગના વીજ દરને 25થી ઘટાડી 20 ટકા કર્યો હતો તો શહેરી વિસ્તારમાં રહેતા શ્રમિકોને ફાયદો કરતી જાહેરાત કરી હતી જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બાંધકામ શ્રમિકોને બસમાં મુસાફરી કરવા સરકાર સહાય આપશે અને રૂ 50 કરોડ ફાળવવામાં આવ્યા છે બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવાનો સરકારનો પ્રયાસ કર્યો છે અને દર વર્ષે પ્રત્યેક પરિવારને 12 કિલો તૂવેર દાળ આપશે જેનો 66 લાખ લોકોને લાભ મળશે આ ઉપરાંત હવે ગુજરાત સરકાર ગાયો પાળવા માટે એક ગાયે વાર્ષિક રૂ 10800 આપશે એટલે ખેડૂતને ગાયદીઠ નિભાવ ખર્ચ માટે માસિક રૂ900 અપાશે ખેડૂતોને ખુશ કરતો નિર્ણય લઈને પાકવીમા યોજના સરકારે મરજીયાત કરી છે તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ 7423 કરોડની ફાળવણી કરી છે

Recommended