સોશિયો સર્કલ નજીક સાડી કટીંગના કારખાનામાં આગ, પહેલા માળેથી ત્રણ કારીગર કૂદતા પગમાં ઈજા

  • 4 years ago
સુરતઃસોશિયો સર્કલ નજીક સાડી કટીંગના કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ પ્લાસ્ટિકના જથ્થામાં પ્રસરત મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગના પગલે કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી જેથી આગના ડરના પગલે ત્રણ માળના કારખાનાના પહેલા માળેથી ત્રણ જેટલા કારીગર કૂદી ગયા હતા અને પગમાં ઈજા થઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો

Recommended