મધ્યપ્રદેશની ખાનગી બસના ડ્રાઇવર ક્લિનરે પોરબંદર આવતી મહિલા પર ચાલુ બસે ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ

  • 4 years ago
રાણાવાવ:મધ્યપ્રદેશના ખરગોનથી પોરબંદરના બગવદરની પેસેન્જર ખાનગી બસમાં કુકસી ગામની એક મહિલા મુસાફર બસમાં બેઠી હતી અને છોટા ઉદેપુર ઢાબા પાસે આ બસ રોકાઇ હતી ત્યાં અને બસના ક્લિનરે અને બસના વધારાનો ડ્રાઇવરે ચાલુ બસે પણ મહિલા પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતુ મહિલાએ તેણીના પતિને આ અંગે ફોન પર જાણ કરી હતી, જેથી મહિલાના પતિએ પોરબંદર પોલીસનો સંપર્ક કર્યો હતો અને રાણાવાવ પોલીસે રાણાકંડોરણા નજીકથી જ બસ રોકાવીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા અને બસ સહિત રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા

મધ્યપ્રદેશના ખરગોનથી પોરબંદરના બગવદર સુધી આવતી એક અમદાવાદ પાસીંગ ધરાવતી સોનલ નામની ખાનગી પેસેન્જર બસ નંબર GJ01CU 9905 માં નાના નામનો વધારાનો ડ્રાઇવર અને કપીલ નામના ક્લિનરે આ બસમાં કુકસી ગામથી બેસેલ એક મુસાફર મહિલાને પોતાની વિકૃતિનો શિકાર બનાવી હતી આ બસ ગઇકાલે રાત્રે 10:15 કલાકે છોટા ઉદેપુરના એક ધાબા પાસે રોકાઇ હતી, તે દરમ્યાન ધાબા પર નાના નામના ડ્રાઇવરે આ મહિલા મુસાફર પર દુષ્કર્મ આચર્યુ હતુ અને ત્યારબાદ આ બસ પોરબંદર આવવા રવાના થઇ હતી ત્યારે આ મહિલા મુસાફરને બસના કેરીયર ઉપર લઇ ગયા હતા અને ચાલુ બસે કપીલ નામના ક્લિનરે આ મહિલા મુસાફર સાથે દુષ્કર્મ કર્યુ હતુ અને ત્યારબાદ ફરીથી ડ્રાઇવરે આ મહિલા મુસાફર ઉપર વધુ એક વખત દુષ્કર્મ આચર્યુ હતુ અને આ મહિલાનો મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો સવારે આ મહિલાને તેણીનો મોબાઇલ ફોન પરત આપ્યો હતો, ત્યારે મહિલાએ તેણીના પતિને ફોન મારફત દુષ્કર્મ અંગેની જાણ કરી હતી જેથી આ મહિલાના પતિએ 100 નંબર પર ફોન કરીને પોલીસને બનાવ અંગેની જાણ કરી હતી જેથી રાણાવાવ પોલીસ તાત્કાલિક રાણાકંડોરણા ગામે પહોંચી ગઇ હતી અને દરેક બસોને ચેક કરી હતી અને સવારે 1130 કલાકે આ ખાનગી બસને રોકીને ભોગ બનનાર મહિલા તેમજ આરોપી ડ્રાઇવર અને ક્લિનરને ઝડપી લીધા હતા અને બસ સહિત તમામને રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા

બગવદર ગામે આ મહિલાને ઉતરવાનું હતું
મહિલાને મધ્યપ્રદેશના ખરગોનથી ઉપડેલી બસમાં કુકસીથી એકલી બેસીને તેણીના પતિ પાસે કે જે કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે મજુરી કામ કરે છે તે સતાપર ગામે જવા માટે આ મહિલા બસમાં બેઠી હતી અને બગવદર ગામે આ મહિલાને ઉતરવાનું હતું અને ત્યાંથી આ મહિલા તેણીના પતિ પાસે જવાની હતી આ મહિલાને 4 સંતાન હોવાનું જાણવા મળે છે

રાણાવાવ પોલીસે જીરો નંબરથી ફરીયાદ લીધી

મધ્યપ્રદેશના ખરગોનથી પોરબંદરના બગવદર આવતી બસ હોય અને મહિલા મુસાફર પર દુષ્કર્મ છોટા ઉદેપુરથી થયુ હોય તેમજ રાણાવાવ પોલીસે બસને રોકીને આરોપીઓને ઝડપી લીધા હોય, જેથી રાણાવાવ પોલીસે જીરો નંબરથી ફરીયાદ લીધી છે જે ગામે ગુન્હો નોંધાશે ત્યાં આ ફરીયાદ નંબર તબદીલ કરવામાં આવશે

અન્ય મુસાફરોને પણ રાણાવાવ પોલીસ મથકે રોકાવું પડ્યું

રાણાવાવ પોલીસે યાત્રાળુઓની બસ સમજીને રાણાકંડોરણા નજીક બસો ચેક કરતા હતા પરંતુ આ બસ યાત્રાળુઓની નહીં પણ શ્રમિક મુસાફરોની હતી સવારે 1130 કલાકે પોલીસે આરોપીઓને ઝડપીને તમામ મુસાફરોને રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જયાં પૂછપરછ બાદ અન્ય મુસાફરોને સાંજે 5 વાગ્યે ખાનગી વાહનમાં રવાના કર્યા હતા
(મહિતી- સચિન માદલાણી, રાણાવાવ)