Cut-Copy-Pasteના શોધક લૅરી ટેસ્લરે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
  • 4 years ago
Cut-Copy-Pasteના શોધક લૅરી ટેસ્લરનું નિધન થયું છે 24 એપ્રિલ 1945ના રોજ ન્યૂયોર્કમાં તેમનો જન્મ થયો હતો વર્ષ 1961માં તેમણે બ્રોન્ક્ષ હાઈ સ્કૂલ ઓફ સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું એ પછી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કર્યો લૅરીએ સ્ટેનફોર્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબમાં પણ કામ કર્યું હતું વર્ષ 1973માં લૅરી Xerox PARC સાથે જોડાયા હતા અહીં ટીમ સાથે મળીને તેમણે Gypsy ટેક્સ્ટ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો આ પ્રોગ્રામમાં ટેક્સ્ટને કોપી અને મૂવ કરવા માટે મોડલેસ મેથડ તૈયાર કરી હતી લૅરીએ એપલ, એમેઝોન, યાહૂ સહિતની કંપનીમાં પણ કામ કર્યું હતું આખરે 74 વર્ષની વયે અમેરિકાના આ સાયન્ટિસ્ટે અંતિમ શ્વાસ લીધા