વીર નર્મદ યુનિવર્સિટીના ગર્લ્સ વોશરૂમમાં વીડિયો ઉતારતો સ્કેટ કોલેજનો વિદ્યાર્થી ઝડપાયો

  • 4 years ago
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગર્લ્સ વોશરૂમમાં ચોરી છુપીથી વિદ્યાર્થિનિનો વાંધાજનક વીડિયો ઉતારતા એક વિદ્યાર્થી ઝડપાઈ ગયો હતો બનાવ અંગે વિદ્યાર્થિનીએ ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વિદ્યાર્થીની ધરપકડ કરી છેભરૂચ ખાતે રહેતી વિધી(નામ બદલ્યું છે)વીર નર્મદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે સોમવારે લેક્ચર પુરો થતા વિધી વોશરૂમમાં ગઈ હતી ત્યારે બાજુના બોયઝ વોશરૂમની દિવાલ પરથી કોઈ વ્યક્તિનો હાથ દેખાયો હતો જેમાં મોબાઈલ હતો જેથી વિધી ગભરાઇને બહાર દોડી ગઈ ફ્રેન્ડ્સ તેમજ પ્રિન્સિપાલને જાણ કરી હતી જેથી પ્રિન્સિપાલ અને વિદ્યાર્થિનીઓ વોશરૂમ તરફ જતા હતા ત્યારે યુવક ઝડપાઈ ગયો હતો