રાજકોટના ઉદ્યોગકારે કારીગરોનું વ્યસન છોડાવવા મંદીનો સહારો લીધો; તમાકુ, ગુટખા, બીડીની આદતોથી નોકરી ગુમાવવી પડશે
  • 4 years ago
ગુજરાતમાં ઘણી નાની મોટી કંપનીઓ પોતાના કારીગરો તેમજ અન્ય સ્ટાફના સ્વાસ્થ્ય અંગે વિચારતી હોય છે અને સમયાંતરે મેડીકલ ચેકઅપ અને કેમ્પ પણ યોજાતી હોય છે આ વાતથી થોડું આગળ વિચારીને રાજકોટની ફાઉન્ડ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા પર્વ મેટલ ગ્રુપ ઓફ કંપનીઝે પોતાના વર્કર્સને વ્યસન મુક્ત કરવા માટે ગયા વર્ષે જુન મહિનાથી એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું આ અભિયાન અંતર્ગત કંપનીના 150 કારીગરો તેમજ અન્ય સ્ટાફને વ્યસન મુક્ત કરવા માટે વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા હતા જેથી તેઓને તમાકુ, ગુટખા, બીડી સહિતની આદતો છોડવામાં મદદ મળી રહે આ ઉપરાંત કંપનીએ તેમના સ્ટાફ માટે એક ખાસ શરત અમલમાં મૂકી છે તે મુજબ કારીગરો અને સ્ટાફે વ્યસન અથવા નોકરી (જોબ) બંનેમાંથી એકની પસંદગી કરવાની રહે છે
Recommended