ચીનથી પરત આવેલી જેસલ પટેલ દિલ્હીમાં ફસાઈ
  • 4 years ago
અમદાવાદઃ ચીનમાં કોરોના વાયરસને લઇને લોકડાઉન કરાતા આખાને આખા શહેરોને સીલ કરી દેવાયા છે આ કારણે સંખ્યાબંધ ગુજરાતીઓ સહિતના ભારતીયો તથા મૂળ ભારતીયો ત્યાં ફસાયા છે લોકોને ચીનથી પરત ફરવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે આમાં મૂળ ભારતીય પરંતુ બ્રિટિશ પાસપોર્ટ ધરાવતી અમદાવાદના પરિવારની દીકરી જેસલ પટેલ પણ સામેલ છે ચીનમાં કોરોના વાઇરસના કારણે અનેક પડકારોની સામનો કરી શાંઘાઈ નજીક એક ગામડામાં અઠવાડિયા જેટલો સમય રોકાઈ જેમ-તેમ ચીનમાંથી નિકળી શકી છે પરંતુ અત્યારે દિલ્હી એરપોર્ટ પર OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા) નિયમને લીધે જેસલ અટવાઈ છે હવે સ્થિતિ એવી થઈ છે કે તે ન તો ભારતમાં પ્રવેશ કરી શકે તેમ છે ન તો તેને યુકે મોકલી શકાય નિયમ મુજબ જેસલ માટે એકમાત્ર રસ્તો ચીન તરફનો છે જ્યાંથી તે માંડમાંડ પરત ફરી છે આ સ્થિતિમાં જેસલના પિતાએ મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત યુકે સ્થિત ભારતીય દૂતાવાસ, યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અને ગૃહમંત્રી પ્રીતિ પટેલને ટ્વીટ કરીને મદદ માગી છે
Recommended