સુરતમાં સ્કૂલે ફીને લઈને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવતા રોષ

  • 4 years ago
સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલમાં વાલીઓ ફીને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા વાલીઓની ફરિયાદ હતી કે, શાળા સંચાલકો દ્વારા આવનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને હજી સુધી હોલ ટિકિટ આપવામાં આવી નથી શાળા સંચાલકો મનમાની તગડી ફી વસૂલવા વાલીઓ પર દબાણ કરી રહ્યા છે તો બીજી તરફ વાલીઓ એફઆરસીએ નક્કી કરેલી ફી આપવા આજે ચેક લઈને પહોંચ્યા હતા એફઆરસી દ્વારા એસડીજૈનની 40 હજાર જેટલી ફી નક્કી કરવામાં આવી છે જ્યારે શાળા સંચાલકો બમણી ફી માંગી રહ્યા છે અને તે આપે તો જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપશે તેવું દબાણ પણ કરી રહ્યા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું

Recommended