અઠવાલાઈન્સ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો
  • 4 years ago
સુરતઃઅઠવાલાઈન્સ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરના સૌથી ઉપરના માળે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો ગેલેરીનો ભાગ તૂટી પડ્યા અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતોસરગમ શોપિંગ સેન્ટરનો ભાગ તૂટી પડવા અંગે પ્રાથમિક તબક્કે કોઈ ઈજા જાનહાનિ ન નોંધાઈ હોવાનું સામે આવી રહ્યું છે વર્ષો જૂના શોપિંગ સેન્ટરનો ભાગ તૂટી પડતાં શોપિંગ સેન્ટરના લોકોમાં અને આસપાસમાં ભયનો માહોલ પેદા થયો છે ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં લોકો નીચે દોડી આવ્યાં હતાં
Recommended