ભરૂચના સ્ટેશન રોડ પર હોટલના રસોડામાં આગ લાગી

  • 4 years ago
ભરૂચઃ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી હોટલના રસોડામાં ભોજન બનાવતી આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી આગ લાગતા જ હોટલ સ્ટાફ હોટલમાંથી બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોએ પાણીનો મારો શરૂ કરી દીધો હતો અને ભરૂચ ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો જોકે સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી

Recommended