ગોંડલ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત

  • 4 years ago
ગોંડલઃ અકસ્માત માટે કુખ્યાત ગણાતા ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવેના શેમળા ગામ પાસે કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં
ખરેડાના છોટુભા ચંદુભા જાડેજા (ઉવ52) અને દેવગઢબારીયાના રાણીપુરા ગામના ગોવિંદ નાનાભાઇ પટેલ (ઉવ20)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે હાઈવે ચીંચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો આ અકસ્માતમાં 15 શ્રમિકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

Recommended