શું શખ્સ સાચે જ કોરોના વાયરસના કારણે પડ્યો?શ્રીલંકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના વાઈરલ થયેલા વીડિયોનું સત્ય
  • 4 years ago
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કેસ અને તેના કારણે મૃતકોમાં થઈ રહેલો વધારો આખી દુનિયાને ડરાવી રહ્યો છે કોરોનાનો ભોગ બનનારની શું દશા થાય છે તે દર્શાવતા અનેક વીડિયોઝ પણ વાઈરલ થઈ રહ્યા છે હાલતા ચાલતા લોકો પણ જેમ પાંદડું ખરે તેમ ટપોટપ પડવા લાગે છે તે જોઈને અનેક યૂઝર્સમાં દહેશતનો માહોલ પેદા થઈ રહ્યો છે
અત્યાર સુધી તો માત્ર ચીનના નામે વાઈરલ થઈ રહેલા આવા વીડિયો હવે અનેક દેશોના નામે વાઈરલ થઈ રહ્યા છે કોરોનાનો કેસ હવે શ્રીલંકામાં પહોંચ્યો છે તેવો દાવો કરાઈનેઆ વીડિયો જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે અનેક શ્રીલંકન યૂઝર્સે પણ લોકોને જાગૃત કરવા માટે આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, કોલંબોમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એક
યુવક કોરોના વાયરસનો ભોગ બન્યો છે આપણા પાડોશી દેશના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે ત્યારે જાણી લો કોરોના વાયરસના નામે ડરાવતા આ વીડિયોનું સત્ય