પૂર્વજોની કબર પર જઈને રડતાં રડતાં પૂછ્યું, આપ તો ચલ બસે, અબ કાગજ કૌન દેગા?
  • 4 years ago
દેશભરના રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે એવામાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કોંગ્રેસના નેતા હસીબ અહેમદ વિરોધનો નવતર તરીકો અપનાવતાં પોતાના પૂર્વજોની કબર પાસે પહોંચ્યા હતાં અને રડતાં રડતાં નાગરિકતા સંબંધિત દસ્તાવેજોની માંગ કર હતી

ગુરુવારે હસીબ કબ્રસ્તાન પહોંચ્યા અને પૂર્વજોની કબર પાસે જઈને રડતાં રડતાં તેમની પાસે ભારતીય હોવાના પુરાવા રૂપે દસ્તાવેજની માંગણી કરી હતી હસીબ અહેમદે જણાવ્યું કે, ‘અમારી પાસે દસ્તાવેજ નથી પરંતુ અમે ભારતમાં પેઢીઓથી રહીએ છીએ મેં મારા પૂર્વજોને કહ્યું કે આપણે આ દેશના નાગરિક છીએ એવો પુરાવો આપો અમે સરકાર પાસે પણ માંગ કરી છે કે જો અમને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના હોય તો અમારા પૂર્વજોના અવશેષ પણ ત્યાં જ રાખવામાં આવે’
Recommended