હ્યૂમનોઇડ વ્યોમમિત્રાનો વીડિયો સામે આવ્યો, ગગનયાનમાં મોકલવામાં આવશે

  • 4 years ago
ISROએ બુધવારે માનવરહિત અંતરિક્ષ મિશન ગગનયાનમાં મોકલવામાં આવનાર હ્યૂમનોઇડ વ્યોમમિત્રાનો વીડિયો જાહેર કર્યો ISROના વૈજ્ઞાનિક સૈમ દયાલે કહ્યું કે હ્યૂમનોઇડ મનુષ્યોની જેમ જ વ્યવહાર કરવાનો પ્રયાસ કરશે અને આપણને પરત રિપોર્ટ કરશે આ અમે એક પ્રયોગ તરીકે કરી રહ્યા છીએ 1984માં રાકેશ શર્મા રશિયાના અંતરિક્ષ યાનમાં બેસીને અંતરિક્ષ ગયા હતા આ વખતે ભારતના એસ્ટ્રોનોટ્સ ભારતના અંતરિક્ષ યાનમાં બેસીને સ્પેસમાં જશે

ISRO ચીફ સિવને કહ્યું- ગગનયાનના અંતિમ મિશનથી પહેલા ડિસેમ્બર 2020 અને જુલાઇ 2021માં અંતરિક્ષમાં મનુષ્ય જેવા રોબોટ મોકલવામાં આવશે આ મનુષ્ય જેવા દેખાતા હ્યૂમનોઇડ રોબોટ હશે અન્ય દેશ આવા મિશનથી પહેલા અંતરિક્ષમાં પશુઓ મોકલી ચૂક્યા છે હ્યૂમનોઇડ શરીરના તાપમાન અને ધબકારા સંબંધિત ટેસ્ટ કરશે સિવને જણાવ્યું કે ગગનયાન મિશન માટે જાન્યુઆરીના અંતમાં જ 4 પસંદગીના એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે

Recommended