પાદરાના ગવાસદમાં એઇમ્સ કંપનીમાં 3 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
  • 4 years ago
વડોદરાઃ પાદરાના ગવાસદ ગામની એઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાલિમાં 11 જાન્યુઆરીએ થયેલા બ્લાસ્ટમાં 6 કર્મચારીઓના મૃત્યુ થયા હતા આ કેસમાં આજે 3 આરોપીઓને સાથે રાખીને વડુ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું હાલ ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે આ પહેલા જીપીસીબીએ આજે એઇમ્સ ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારીને સીલ કરી હતી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલી એઇમ્સ કંપનીમાં પરમિશન વિના જ હાઇડ્રોજન ગેસનું રિફિંલિગ કરવામાં આવતુ હતું જ્યાં શનિવારે સવારે 11 વાગે અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં કામ કરી રહેલા કર્મચારીઓ પૈકી 6 લોકોના મોત થયા હતા જ્યારે 4 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનામાં પોલીસે કંપનીના ડાયરેક્ટર સત્યકુમાર બાલન (રહે અમદાવાદ), સુપર વાઇઝર રાજુભાઇ રાઠવા( રહે વડોદરા) અને પ્લાન્ટ મેનેજર આકાશ ઉર્ફે અરુણ કુમાર અગ્રવાલની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પાદરા કોર્ટે ત્રણેય આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા આજે વડુ પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને વડુ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું
Recommended