શાળામાં પ્રવેશ અપાવવા કાતિલ ઠંડીમાં પણ વાલીઓ ગોદડા લઈને આખી રાત લાઈન લગાવી
  • 4 years ago
અમદાવાદ:ગુજરાતમાં દિનપ્રતિદિન શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે, તેમજ વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પર પણ ભણતરનો ભાર વધી રહ્યો છે જેમાં ખાનગી સ્કૂલોની તોતિંગ ફીથી લઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના નામે લેવામાં આવતા ચાર્જને કારણે વાલીઓ સંતાનોને પેટે પાટા બાંધી ભણાવવા મજબૂર બને છે ખાસ કરીને છેલ્લા બે વર્ષથી રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તો તેની સામે ફી વધી રહી છે જેના કારણે હવે વાલીઓએ સરકારી શાળાઓ અને ઓછી ફી લેતી સારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે લાઈન લગાવી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં કહેવાતી નામાંકિત અને ઉંચી ફી વસૂલતી શાળાઓને તાળા વાગે તેવી સ્થિતિ જણાઈ રહી છે
Recommended