કૂકરવાડા APMCના ગેટ નં. 2 સામે ટાટા સ્પેશિયોએ 2 બાઇકને ટક્કર મારી, 3ને ઇજા
  • 4 years ago
વિજાપુરઃતાલુકાના કૂકરવાડા ગામે એપીએમસીના ગેટ નં 2 આગળ શનિવારે સવારે સાતેક વાગ્યાની આસપાસ કૂકરવાડા તરફ આવતી ટાટા સ્પેશિયો ગાડી (જીજે 9 એમ 6687)ના ચાલકે અચાનક બ્રેક મારતાં તે રસ્તા પર આડી થઈ ગઈ હતી આ સમયે સામેથી આવતા બે બાઇક માત્ર 3 સેકન્ડમાં સ્પેશિયોને ટકરાયા હતા જેમાં 2 પરપ્રાંતિય યુવાન સહિત કુલ 3 જણાને ઇજા પહોંચી હતી ગંભીર રીતે ઘવાયેલા બંને પરપ્રાંતિય યુવાનોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ ઘટના એપીએમસીના ગેટ નં 2ના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી
Recommended