ગોંડલમાં દુષ્કર્મનો ભોગ બનનાર 14 વર્ષની સગીરાએ પુત્રને જન્મ આપ્યો
  • 4 years ago
રાજકોટ: ગોંડલ પંથકમાં 14 વર્ષની બાળાને તેના જ પાલક પિતાએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી આ કેસમાં પોલીસે જે તે વખતે આરોપી પાલક પિતા લાલજી નામના શખ્સને દબોચી લીધો હતો પાલક પિતાના કૂકર્મને કારણે સગર્ભા બનેલી બાળાએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે મૂળ મહારાષ્ટ્રની મહિલા દસેક વર્ષ પહેલા ગોંડલમાં પરિવાર સાથે મેળામાં ફજત ફાળકા લઇને આવી હતી એ વખતે લાલજી સાથે ઓળખ થઇ હતી ત્યારબાદ પતિએ છૂટાછેડા આપી દેતાં આ મહિલા દીકરી, સંતાનો સાથે લાલજીની સાથે જ રહેતી હતી ગત મહિને આ મહિલાને પોતાની 14 વર્ષની દીકરીની તબિયત બરાબર ન જણાતાં ડોક્ટરને બતાવતા સગર્ભા હોવાની ખબર પડી હતી દીકરીને પૂછતાં પાલક પિતાએ જ વારંવાર ધમકાવીને દુષ્કર્મ આચર્યાનું કહેતાં પોલીસને જાણ કરાઇ હતી પોલીસે તે વખતે લાલજીની ધરપકડ કરી લીધી હતી ભોગ બનનાર બાળા રાજકોટ ઝનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અહીં ગઇકાલે તેણે બાળકને જન્મ આપતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી
Recommended